મોરબી : લોહાણા સમાજ દ્વારા રઘુવંશી રમતોત્સવ ૨૦૧૯નું આયોજન

- text


ચેશ સીંગલ્સ, ટેબલ ટેનિસ, કેરમ સીંગલ્સ, બેડ મીનટન સીંગલ્સ, લોન ટેનિસ સીંગલ્સ સહિતની સ્પર્ધાઓ યોજાશે

મોરબી : અખિલ ગુજરાત લોહાણા સમાજ યુવા સમિતિ અને રમત ગમત સમિતિના સંયુકત ઉપક્રમે સતત ત્રીજી વખત રઘુવંશીઓમા
સંગઠનની ભાવનાને મજબુત કરવાના શુભ આશયથી સમગ્ર ગુજરાત કક્ષાના રઘુવંશી રમતોત્સવ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે.

રઘુવંશી રમતોત્સવમાં ચેશ સીંગલ્સ, ટેબલ ટેનિસ, કેરમ સીંગલ્સ, બેડ મીનટન સીંગલ્સ, લોન ટેનિસ સીંગલ્સનું આયોજન કરાયું છે. સ્પર્ધાની એન્ટ્રી ફી રૂ. ૨૫૦ રાખવામાં આવી છે. સ્પર્ધકો માટે જમવા અને રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે સ્પર્ધકોને ટીશર્ટ પણ અહીંથી આપવામા આવનાર છે.

- text

મોરબીમાં પુજારા એન્ડ કંપની (મોબાઈલ )
નાસ્તા ગલી પરા બજાર તેમજ જલીયાણ ચશ્મા ઘર , પારેખ શોપીંગ સેન્ટર, સરદાર રોડ અને જલારામ સીઝન સ્ટોર, પાવન પાર્ક મેઇન રોડ, બજરંગ હોલ પાસે, સામાકાઠેથી ફોર્મ મેળવી શકાશે. તેમ કન્વિનર રાકેશ પુજારા મો.નં. 99243 43379ની યાદીમાં જણાવાયું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text