મોરબીમાં મયુર નેચર કલબ અને મોરબી અપડેટ દ્વારા કાલે ચકલીના માળાનું વિતરણ

- text


પોતાની આસપાસના વિસ્તારોમા ચકલીનો માળો લગાવીને આ સેવાયજ્ઞમાં સહયોગ આપવા અનુરોધ

મોરબી : મોરબીમાં આવતીકાલે વિશ્વ ચકલી દિન નિમિત્તે મયુર નેચર કલબ અને ‘મોરબી અપડેટ’ દ્વારા સંદેશની ઓફીસ નીચે સવારે 9.30 કલાકે ચકલીના માળાનું નિઃશુલ્ક વિતરણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા નગરજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આવતીકાલે ૨૦ માર્ચે વિશ્વભરમાં ચકલી દિન ઉજવવામાં આવે છે. ત્યારે મોરબી શહેરમાં ચકલીઓની સંખ્યા વધતી રહે તેવા આશયથી મયુર નેચર કલબ અને ‘મોરબી અપડેટ’ દ્વારા કાલે બુધવારે સંદેશની ઓફીસ નીચે વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવનાર છે. આજથી ૪ વર્ષ પૂર્વે મોરબીમાં લુપ્ત થવાના આરે પહોંચેલી ચકલીઓને બચાવવામાં સંસ્થાઓ સાથે નગરજનોએ પણ ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે. ત્યારે હજુ પણ ચકલીઓની સંખ્યા વધારવાના આ સેવા યજ્ઞમાં પોતાના આસપાસના વિસ્તારમાં ચકલીનો માળો લગાવીને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text