મોરબી યાર્ડમાં જીરૂની ચિક્કાર આવક : ઘઉંનું ઉત્પાદન ઘટાડો

- text


ચાલુ માસે ૧૬ દિવસમાં ૧૦ હજાર કવીંટલથી વધુ જીરું યાર્ડમાં ઠાલવાયું : ઘઉંની આવક માત્ર ૨૩૯૫ કવીન્ટલ

મોરબી : ચાલુ વર્ષે અપૂરતા વરસાદ અને નર્મદા કેનાલના પાણી છોડવામાં વિલંબને કારણે ખેડૂતોએ વધુ પાણીની જરૂરિયાત વાળા ઘઉં વાવવાને બદલે જીરૂ વાવવાનું પસંદ કરતા મોરબી માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ૧૬ દિવસમાં ૧૦ હજાર કવિન્ટલથી વધુ જીરું ઠાલવાયું છે, સમાપક્ષે ઘઉંનું ઉત્પાદન ઘટતા યાર્ડમાં નામ પૂરતા ઘઉં આવી રહ્યા છે અને ઓણસાલ લોકોને ઘઉંના ભાવ વધુ ચૂકવવા તૈયાર રહેવું પડશે.

મોરબી માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક માસના ઘઉં અને જીરૂની આવકના આંકડા જોઈએ તો ૧ માર્ચથી ૧૬ માર્ચ દરમિયાન ૧૦૩૬૪ કવિન્ટલ જીરૂ ખડુતોએ વેચવા માટે ઠાલવ્યું છે માર્ચ માસની શરૂઆતમાં ૨૦૦ કવિન્ટલથી શરૂ થયા બાદ છેલ્લા એક અઠવાડિયામાં સરેરાશ દરરોજ ૮૦૦થી ૧૦૦૦ કવીન્ટલ જીરૂની આવક રહેવા પામી છે ખેડુતોને સારી ક્વોલિટીના જીરુંના ભાવ રૂ.૨૩૨૦થી લઈ ઉચામાં ૨૯૦૦ રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે.

- text

બીજી તરફ આ વર્ષે મોરબી જિલ્લામાં ઘઉંનું વાવેતર ખૂબ જ ઘટી ગયું હોવાનું માર્કેટિંગ યાર્ડમાં આવતા ઘઉંની આવક ઉપરથી લાગી રહ્યું છે, હાલમાં ઘઉંની કાપણીની સિઝન હોવા છતાં દરરોજ ૨૦૦ કવીન્ટલની એવેરેજથી ૧૬ માર્ચ સુધીમાં ૨૩૯૫ કવિન્ટલ ઘઉં માર્કેટમાં આવી રહયા છે, ઘઉંના ભાવ જોઈએ તો સારી ક્વોલિટીના ઘઉં ઉચામાં ઉંચા ભાવ ૪૬૪ રહ્યા છે જો કે, એકંદરે ઘઉંના ભાવ ૪૦૦ ઉપર જ રહેતા હોય ઓછા વાવેતરની કારણે લોકોને ચાલુ વર્ષે ઘઉંના ભાવ ઉંચા ચૂકવવા પડશે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text