હળવદ-ધાંગધ્રા ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના 30 મુરતિયા લાઈનમાં

પાસ અગ્રણી ગીતાબેન પટેલ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિત 30 ઉમેદવારોને ચૂંટણી લડવાના અભરખા

હળવદ-ધાંગધ્રા કોંગ્રેસના ધારાસભ્યએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધા બાદ ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે આજે ધાંગધ્રા ખાતે ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા જેમાં કોંગ્રેસ પક્ષમાંથી અધધ ૩૦ જેટલા ઉમેદવારોએ સેન્સ આપી હતી

હળવદ ધાંગધ્રા ની ખાલી પડેલી બેઠક પર આગામી તારીખ 23 એપ્રિલના રોજ ચૂંટણી યોજાનાર છે ત્યારે બંને પક્ષો દ્વારા મૂરતિયા ઓ ગોતવા મથામણ કરી રહ્યા છે ત્યારે આજરોજ ધાંગધ્રા ખાતે કોંગ્રેસ પક્ષના ગોવિંદભાઈ મકવાણા, બળદેવભાઈ લુણી, મનુભાઈ પટેલ, સહિતના કોંગ્રેસ અગ્રણીઓની હાજરીમાં ચૂંટણી લડવા થનગનતા મુરતિયાઓ ના સેન્સ લેવામાં આવ્યા હતા જેમાં હળવદ ધાંગધ્રા ની પેટા ચૂંટણી પર ૩૦ જેટલા ઉમેદવારોએ ચૂંટણી લડવા દાવેદારી કરી હતી

જેમાં પાસ અગ્રણી ગીતાબેન પટેલ, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા,ત્રિ સાલભાઈ પટેલ, હેમાતભાઈ રાવલ, મનસુખભાઈ, સનતભાઇ ડાભી ,ગોગજીભાઈ પરમાર, વનરાજભાઈ રાજપુત, ભીખાભાઇ પટેલ ,ત્રિભુવનભાઈ બાવરવા ,કુલદીપસિંહ ,મુકેશભાઈ ગામી,અનિલભાઈ પટેલ, અનિરુદ્ધસીહ ખેર ,કે.ડી બાવરવા, ધર્મેન્દ્રભાઈ એરવાડિયા, દિનેશભાઈ સોનગરા ,નારણભાઈ સહિત ૩૦ જેટલા ઉમેદવારોએ ચૂંટણી લડવા દાવેદારી કરી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હળવદ ધાંગધ્રા ની પેટાચૂંટણીમાં હાઈ કમાન્ડ કોને મેન્ડેડ આપે છે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en