માળિયાના રણ વિસ્તારમાં અગરિયાના બાળકોને શિક્ષણ આપવાની કવાયત

- text


શૈક્ષણિક કાર્યમાં જોડાવા ઇચ્છુક ગ્રેજ્યુએટ યુવાનોને સેવા આપવાનો અનુરોધ

માળિયા : સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રણમાં મીઠું પકવતા અગરિયાઓના બાળકોને કામના સ્થળ પર શિક્ષણ મળી રહે તે માટે ટેન્ટ એસટીપી વર્ગ શરૂ કરવામાં આવે છે.જે અન્વયે માળીયા તાલુકાના વેણાસર રણ વિસ્તાર, ગુલાબડીના રણવિસ્તાર તેમજ અન્ય રણવિસ્તારમાં ટેન્ટ એસટીપી વર્ગ શરૂ કરવાના થાય છે .જેની મંજૂરી મળેલ છે.

પરંતુ બાળમિત્ર નહીં મળવાના કારણે વર્ગો શરૂ થઈ શકેલ નથી.માળિયામાં તેમજ આજુબાજુના વિસ્તારના ગ્રેજ્યુએટ વ્યક્તિઓએ રણમાં શૈક્ષણિક કાર્ય કરવા માંગતા હોય તો બી.આર.સી.ભવન માળીયા અથવા જીલ્લા પ્રોજેક્ટ કચેરી મોરબીના ટોલ ફ્રીનંબર ૧૮૦૦ ૨૩૩ ૩૯૬૭ પર સંપર્ક કરવો.જેમાં માસિક મહેનતાણું રૂપિયા 4500 મળવાપાત્ર થશે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text