મોરબીમાં ધુળેટીના પર્વે યોગ્ય બંદોબસ્ત ગોઠવવાની માંગ

- text


જાગૃત મહિલા ગ્રુપની એ ડિવિઝનના પીઆઈને રજુઆત

મોરબી : મોરબીમાં ધુળેટીના તહેવારે બહેનોની છેડતી ન થાય તેમજ પ્રજાની હેરાનગતિ ન થાય તે માટે યોગ્ય બંદોબસ્ત ગોઠવવા જાગૃત મહિલા ગ્રૂપે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈને રજુઆત કરી હતી.

જાગૃત મહિલા ગ્રૂપે રજુઆતમાં જણાવ્યું હતું કે ધુળેટીના તહેવારે અસામાજિક તત્વો રસ્તા પર જતાં બહેનોને રંગ ઉડાડીને છેડતી ન કરે તેમજ રંગ ઉડાડીને રસ્તા પર જતાં વાહનોને નુકશાન ન કરે તે માટે યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ છે. વધુમાં જણાવાયું હતું કે ગત વર્ષે એ ડિવિઝન પોલીસે યોગ્ય બંદોબસ્ત ગોઠવીને જાહેરનામાનો ચુસ્ત અમલ કરાવ્યો હતો. ત્યારે આ વખતે પણ યોગ્ય બંદોબસ્ત મૂકવામા આવે તો પ્રજાને કોઇ હેરાનગતિ ન થાય.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text