મોરબીમા પોલીસને બાતમી કેમ આપશ તેમ કહીને શખ્સે યુવાનને ધોકા ફટકાર્યા

- text


એ ડિવિઝન પોલીસે હુમલો કરનાર શખ્સ સામે ગુનો નોંધ્યો

મોરબી : મોરબીમાં તું પોલીસને મારી બાતમી કેમ આપશ તેમ કહીને એક શખ્સે યુવાનને ધોકા ફટકાર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારાના છાપરી પાસે રહેતા મહેશભાઈ બાબુભાઇ કુંઢીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ જ્યારે સિવિલ હોસ્પિટલ પાસે ચાની કેબિને હતા ત્યારે સાગર ભરવાડ ઉર્ફે ચોટલી રહે. લાયન્સનગર વાળાએ ત્યાં ધસી આવી તું મારી બાતમી પોલીસને કેમ આપશ તેમ કહીને ધોકા ફટકારીને ઇજાઓ પહોંચાડી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

આ મામલે એ ડિવિઝન પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદના આધારે ધોકા વડે હુમલો કરનાર શખ્સ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text