મોરબીમા સીએ, સીએસ બનવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ૨૦મીએ માર્ગદર્શન સેમિનાર

નવયુગ કેરિયર એકેડમી અને નવકાર ઇન્સ્ટિટ્યૂટનું આયોજન

મોરબી : મોરબીમા સીએ અને સીએસ બનવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે નવકાર ઇન્સ્ટિટયૂટ અને નવયુગ કેરિયર એકેડમી દ્વારા આગામી તા. ૨૦ના રોજ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના જે વિદ્યાર્થીઓ સીએ કે સીએસ તરીકે કારકિર્દી ઘડવા માંગે છે. તેઓને રાજકોટ સુધી લંબાવવું ન પડે તેવા ઉદેશથી શહેરની નવયુગ કેરીયર એકેડમી અને અમદાવાદની નવકાર ઈસ્ટિટ્યૂટ દ્વારા આગામી તા. ૨૦ને બુધવારના રોજ સાંજે ૫ કલાકે ટાઉનહોલ ખાતે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ માર્ગદર્શન સેમિનારમાં નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને સીએ અને સીએસના કોર્સની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવશે. આ માર્ગદર્શન સેમિનારનું રજિસ્ટ્રેશન કરાવવા માટે મો.નં. 97272 47472 અથવા 96877 47472 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.