મોરબીમા બહેનો માટેની સેલ્ફ ડિફેન્સની તાલીમનો શુભારંભ

- text



વિનય કરાટે એકેડમી દ્વારા ઇવેન્ટ મીડિયા પાર્ટનર મોરબી અપડેટના સથવારે કરાયેલા આયોજનમાં પ્રથમ દિવસે ૧૦૦ થી વધુ બહેનોએ મેળવી તાલીમ

મોરબી : મોરબીમાં બહેનો માટે સૌ પ્રથમ વાર વિનય કરાટે એકેડમી દ્વારા નિઃશુલ્ક સેલ્ફ ડિફેન્સના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ વર્ગનું આજે મહાનુભાવોની ઉપસ્થિતિમા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિને આજે ૧૦૦ થી વધુ મહિલાઓએ હોંશભેર તાલીમ મેળવી હતી.

મોરબીમાં સૌપ્રથમ વાર બહેનો માટે વિનય કરાટે એકેડમીના વાલજીભાઇ ડાભી દ્વારા સેલ્ફ ડિફેન્સના નિઃશુલ્ક તાલીમ વર્ગનું તા.૧૨ મે સુધી રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું છે.આ ઇવેન્ટના મીડિયા પાર્ટનર તરીકે ‘મોરબી અપડેટ’ રહ્યું છે. આ સાથે ઇવેન્ટમા યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિંગનો પણ સહકાર મળ્યો છે. આજે આ તાલીમ વર્ગનું ઉદ્ઘાટન કરવામા આવ્યું છે. અત્યાર સુધીમાં ૧૨ થી ૪૦ વર્ષની વયની ૧૦૦ થી વધુ બહેનોએ રજિસ્ટ્રેશન કરાવીને પ્રથમ દિવસે ઉત્સાહભેર તાલીમ મેળવી હતી.

આજે તાલીમ વર્ગના શુભારંભ પ્રસંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજા, ઉપપ્રમુખ નિલેશભાઇ કુંડારિયા, નીલકંઠ વિદ્યાલયના પાડલીયા સર, જીતુભાઇ વડસોલિયા, નવનીતભાઈ,પ્રેમજીભાઈ ડાભી તેમજ સામાજિક કાર્યકરો કાજલબેન ચંડીભમર, રંજનબેન મકવાણા, ધરતીબેન બરાસરા, ભાવિશાબેન સરડવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text