મોરબીની યુગમી મેનપરાનું રાજય કક્ષાના ચિત્ર વર્કશોપમાં શ્રેષ્ઠ પ્રદર્શન

- text


મોરબી : મોરબીની નિર્મલ વિદ્યાલયની ધો. ૯ની વિદ્યાર્થીની યુગમી કિશોરભાઈ મેનપરાની રાજયકક્ષાના કલા ઉત્સવમાં ચિત્ર વર્કશોપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ત્યારે રાજ્ય કક્ષાના પ્લેટફોર્મ પર પહોંચીને આ વિદ્યાર્થીનીએ મોરબી શહેરનું નામ રોશન કરતા તેના પર ઠેર ઠેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે.

 

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગ રૂપે મોરબી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા જિલ્લા કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં નિર્મલ વિદ્યાલયમા ધો. ૯મા અભ્યાસ કરતી યુગમી કિશોરભાઈ મેનપરાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.

- text

જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલ આ વિદ્યાર્થીનીની રાજયકક્ષાના કલા ઉત્સવમાં આયોજીત ચિત્ર વર્કશોપમા પસંદગી કરવામાં આવી હતી. જ્યા પણ તેને શ્રેષ્ઠ પ્રદર્શન કરી મોરબી શહેરનું ગૌરવ વધાર્યું છે.

- text