મોરબીથી અમદાવાદ, સુરત અને ભુજ સુધી એસટીની એસી બસો દોડશે

મુસાફરોને હવે ખાનગી ટ્રાવેલ્સો પર નભવુ નહિ પડે

મોરબી : એસટી વિભાગ દ્વારા મોરબીથી નવી એસી બસોની સેવા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ, સુરત અને ભુજ સુધીની આ બસ સેવાથી લોકોને ઘણી સરળતા રહેશે. આ બસ સેવાના કારણે લોકોને આ શહેરો સુધીની મુસાફરીમાં ખાનગી ટ્રાવેલ્સ પર નભવું પડશે નહિ.

એસટી વિભાગે મોરબીથી નવી ત્રણ એસી બસની સેવા ઉપલબ્ધ કરી છે. જેમાં મોરબી- અમદાવાદ એસી સીટર ૭:૩૦ કલાકે, ૮:૩૦ કલાકે, ૧૨:૦૦ કલાકે, ૧૩:૩૦ કલાકે, ૧૮:૦૦ કલાકે, ૧૯:૦૦ કલાકે, મોરબી-સુરત એસી સ્લીપર ૨૦: ૩૦ કલાકે અને રાજકોટ-મોરબી-ભુજ એસી વોલ્વો ૭:૫૦ કલાકે, ૮:૫૦ કલાકે, ૧૩:૨૦ કલાકે, ૧૪:૫૦ કલાકે, ૨૦:૦૦ કલાકે, ૨૦:૫૦ કલાકે મોરબીથી ઉપડશે.

આ તમામ બસ માટે ઓનલાઈન બુકીંગમા ૬ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. ઓનલાઈન બુકીંગ માટે મુસાફરો વેબસાઈટ www.gsrtc.in તેમજ gsrtc official મોબાઈલ એપ પરથી પણ ટીકીટ બુક કરી શકશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en