મોરબીમા રૂ. ૧૫૦ કરોડના ખર્ચે ત્રણેય રેલવે ફાટક પર ઓવરબ્રિજને મંજૂરી

- text


શહેરની ટ્રાફિક સમસ્યા હળવી બનશે : વહેલી તકે કામ શરૂ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોતા શહેરીજનો

મોરબી : મોરબીના ત્રણેય રેલવે ફાટકો ઉપર રૂ. ૧૫૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજુર કરવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી દ્વારા આ અંગેનો સત્તાવાર પત્ર સ્થાનિક તંત્રને અપાયો છે. ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત થયેલા શહેરીજનો આ ત્રણેય બ્રિજનું કામ વહેલી તકે શરૂ થાય તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

મોરબી શહેર અને આસપાસના ગામોની શિરદર્દ સમાન ટ્રાફિક સમસ્યાનુ કારણ રેલવે ફાટક છે. શહેરના ત્રણેય રેલવે ફાટકે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દવારા 50% ગુજરાત સરકારના અને 50% ભારત સરકાર (રેલવે)આપે તે રીતે તબક્કાવાર કામ પેટે રફાળેશ્વર ફાટક, ઓવરબ્રીજ, નટરાજ ફાટક ઓવરબ્રીજ અને નવલખી ફાટક ઓવર બ્રીજ એમ કુલ ત્રણ ઓવર બ્રીજ બનાવવામા આવશે.આ માટે ગુજરાત સરકાર દવારા 150 કરોડ વર્ષ 2018-19 ના બજેટ અન્વયે તા. ૮ના રોજ મંજુર કરવામા આવેલ છે. તેમ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઇ વાસદડીયાની યાદીમા જણાવાયું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text