ચાલો હોંગકોંગ, મલેશિયા બાલી, આ વર્ષે વેકેશનને યાદગાર બનાવીએ

કંસોર્ટીયમ ટ્રાવેલ હબ દ્વારા મોરબીના શોખીન નગરજનો માટે વિશેષ ઓફર : રવિવારે સ્કાય મોલમાં ગ્રાન્ડ ટ્રાવેલ સેલ

દુબઈ, ફુકેટ, બેંગકોક ઉપરાંત ચારધામની પણ લક્ઝુરિયસ ટુરની ઓફર : સ્પોટ બુકીંગ ઉપર રૂપિયા ત્રણથી દસ હજારનું ડિસ્કાઉન્ટ

મોરબી : દર વર્ષે વેકેશનમાં હરવું ફરવું કોને ન ગમે ? સ્વાભાવિક પણે જ સૌ કોઈને ગમે જ તેમાં પણ જો વિદેશની ટુરનો લાભ મળે તો વાત જ કઈક ઔર બને… તો ચાલો થઈ જાવ વિદેશની ટુર માટે તૈયાર અને એ પણ ટીકીટ બુકીંગ થશે કે નહીં… સારી હોટેલ મળશે કે નહીં…. સાઇટ સિઇંગ કેવી રીતે કરશું…. બીજું તો ઠીક ફૂડ સારું મળશે ખરું ??? આ બધી ચિંતા છોડી દો કારણ કે કંસોર્ટીયમ ટ્રાવેલ હબ મોરબીના આંગણે આગામી રવિવારે ગ્રાન્ડ ટ્રાવેલ સલ લઈને આવી રહ્યું છે જેમાં આપને મળશે આકર્ષક ટુર પેકેજ અને એ પણ ભારે ડિસ્કાઉન્ટથી !!!

રાજકોટના ખ્યાતનામ ફેવરીટ, સ્ટેલે, કેમ્પસ ટુર્સ અને નિજ હોલીડે જેવી ચાર દિગજજ ટુર ઓપરેટર્સ કંપનીના કંસોર્ટીયમ ટ્રાવેલ હબ દ્વારા મોરબીના શોખીન નગરજનો માટે આગામી રવિવારે સ્કાયમોલ ખાતે ગ્રાન્ડ ટ્રાવેલ સેલનું ભવ્ય આયોજન કરાયું છે. આ ગ્રાન્ડ ટ્રાવેલ્સ સેલમાં વેકેશનને યાદગાર બનાવવા દુબઈ, મલેશિયા, સિંગાપોર, પુકેટ, ક્રબી, બેંગકોક, થાઈલેન્ડ, બાલી, હોંગકોંગ, મકાઉ, સેનઝેનની લક્ઝુરિયસ ટુર ડ્રિમ ક્રુઝ સાથે ઓફર કરવામાં આવી છે.

કંસોર્ટીયમ ટ્રાવેલ હબ આયોજિત આ વેકેશન ધમકા ટુર્સમાં કંપની દ્વારા તજજ્ઞ ગુજરાતી ટુર મેનેજરની ખાસ સેવા આપવામાં આવે છે એ ઉપરાંત દરેક પ્રવાસમાં લક્ઝુરિયસ હોટેલમાં નિવાસ, જૈન ભોજન, ગુજરાતી ભોજન અને એક્સક્લુઝીવ સાઇટ સિઇંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવશે જે આપના વેકેશન પ્રવાસને ખૂબ જ યાદગાર બનાવશે.

રવિવારે સ્કાયમોલ મોરબી ખાતે યોજાનાર ગ્રાન્ડ ટ્રાવેલ સેલમાં કંસોર્ટીયમ ટ્રાવેલ હબ દ્વારા
૨૭ એપ્રિલ અને બીજી મે ના રોજ સ્પેશિયલ દુબઈ, લાપીતા ૭ દિવસની ટુર ફક્ત રૂપિયા ૬૫૦૦૦માં પ્રતિ વ્યક્તિ એક્સ અમદાવાદથી ઓફર કરવામાં આવી છે, એ જ રીતે હોંગકોંગ, મકાઉ અને શેનઝેન ૯ નવ દિવસની ટુર પ્રતિ વ્યક્તિ દીઠ ફક્ત ૧,૨૪,૫૦૦માં રાજકોટથી ઓફર કરવામાં આવી છે.

ઉપરાંત મે મહિનામાં પ્રત્યેક બુધવારે રાજકોટથી ફુકેટ, ક્રબી અને બેંગકોકની સાત દિવસની ટુર ફક્ત રૂપિયા ૬૬૦૦૦માં ઓફર કરવામાં આવી છે. નવમી મે ૨૦૧૯ ના રોજ ખાસ સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ ટુર ડ્રિમ્સ ક્રુઝ સાથે ૧૪ દિવસની ટુર પ્રતિ વ્યક્તિ ૧,૩૧ લાખમાં ઓફર પણ કરવામાં આવી છે.

આકર્ષક ટુર ઓફરના ગ્રાન્ડ સેલમાં તા. ૨૩ મે ના રોજ ૯ દિવસની ડ્રિમ ક્રુઝ ફક્ત રૂપિયા ૧.૧૩ લાખમાં ઓફર કરવામાં આવી છે અને ૨૭ મે ૨૦૧૯ ના રોજ બાલી, સિંગાપોર ૯ દિવસની ડ્રિમ ક્રુઝ ટુર પ્રતિ વ્યક્તિ ૧.૨૮ લાખમાં ઓફર કરવામાં આવી છે.

આ ઉપરાંત જો આપ વિદેશમાં ટુર કરવા જવાના હોય અને વડીલોને પણ લક્ઝુરિયસ ચારધામ યાત્રા આરામદાયક રીતે કરાવવા ઇચ્છતા હોય તો કંસોર્ટીયમ ટ્રાવેલ હબ દ્વારા ૧૯ જુનના રોજ અમદાવાદથી ખાસ ૧૩ દિવસીય ચારધામયાત્રાનું પણ આયોજન કરાયું છે અને તમામ ટુર પેકેજમાં સ્પોટ બુકીંગ સાથે રૂ. ૩ હજારથી લઈ ૧૦ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવ્યું છે.

તો ચાલો થઈ જાવ તૈયાર આ વેકેશનને યાદગાર બનાવવા…. આવો આ રવિવારે મોરબીના સ્કાય મોલમાં આને આપનું વેકેશન બુક કરાવો કંસોર્ટીયમ ટ્રાવેલ હબને સંગ…

વધુ માહિતી માટે સંપર્ક
9427495733,9879268641, 9825077969, 7698888889

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en