હળવદ પાલિકા મોતનો મલાજો જાળવવામા પણ નિષ્ફળ : સ્મશાને છાણાનો સ્ટોક ખલાસ

- text


સ્મશાને છાણા ન હોવાના બનાવ વારંવાર બને છે : છાણા શોધવા માટે ડાઘુઓને દરદર ભટકવાની નોબત આવે છે

હળવદ : હળવદ શહેરમાં આવેલ સ્મશાન મુકિતધામ ખાતે ગઈકાલ બપોરથી મૃતદેહને અગ્ની સંસ્કાર આપવા માટેના છાણાનો જથ્થો ખલ્લાસ થઈ જતા સ્મશાને આવતા ડાઘુઓને છાણાની શોધમાં દરદર ભટકવું પડે તેવી નોબત સર્જાઈ છે ત્યારે નગરપાલીકા તંત્ર મોતનો મલાજા પણ જાળવી શકતી ન હોવાથી લોકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે.

હળવદ શહેરના વેગડવાવ રોડ પર આવેલ સ્મશાન મુકિતધામ ખાતે અવારનવાર છાણાનો જથ્થો ખલ્લાસ થઈ જતો હોવાથી મૃતદેહને અગ્ની સંસ્કાર આપવા આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આવો જ એક બનાવ આજે સવારના બનવા પામ્યો હતો. જેમાં સ્મશાન ખાતે આવેલ મૃતદેહને અગ્નીસંસ્કાર આપવા માટે ડાઘુઓ સ્મશાનના ગોડાઉનમાં છાણા લેવા જતા છાણાનો સ્ટોક જ ખલ્લાસ થયેલો જાવા મળતા ડાઘુઓ દ્વારા અન્ય જગ્યાએથી છાણાઓ ઉઘરાવી મૃતદેહને અગ્ની સંસ્કાર કર્યા હતા.

- text

જયારે આ અંગે હળવદ પાલીકા સદસ્ય વાસુદેવભાઈ પટેલને જાણ કરાતા તેઓ દ્વારા તાત્કાલીક સ્મશાને દોડી આવી છાણા – લાકડાનો કોન્ટ્રાકટર રાખતા બળદેવભાઈ દલવાડીનો ટેલીફોનીક સંપર્ક કરી છાણાના જથ્થા અંગે માહિતી મેળવતા તેઓએ જણાવેલ કે, ગઈકાલ બપોરથી છાણાનો સ્ટોક ખલ્લાસ થઈ જવા પામ્યો છે અને જો ત્યાં છાણાનો સ્ટોક વધુ રાખવામાં આવે તો રાત્રીના ચોરી થતી હોવાનો ઉડાઉ જવાબી હાથ ખંખેરી લીધા હતા. ત્યારે અહીં સવાલ એ થાય છે કે, શું ખરેખર સ્મશાનમાંથી હવે છાણા પણ ચોરી થાય છે કે પછી આમાં કટકી કરવામાં આવતી હશે ? અને જો સ્મશાનમાંથી છાણાની ચોરી થતી હોય તો પોલીસમાં અરજી પણ ન આપવાની તસ્દી કેમ નથી લેવાઈ ? તેવા વેધક સવાલો વચ્ચે નગરપાલીકા તંત્ર ઘેરાયેલું જાવા મળે છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text