હળવદ : એક જ વાડીમાં સતત ત્રીજી વખત વીજળીના તણખા ઝરતા પાક બળીને ખાખ

- text


વીજ તંત્રની બેદરકારીના કારણે ૬ વીઘા જમીન આગ ભભુકતા ૩૫૦ મણ ઘઉં બળી ગયા : સતત ત્રીજા વર્ષે ખેડૂત સાથે ઘટનાનું પુનરાવર્તન

હળવદ : દિવસ રાત કાળી મજુરી કરી ખેતરમાં ઘઉં તૈયાર કર્યા હતા પરંતુ માત્ર એક જ મિનિટમાં આ મહેનત પર પાણી ફરી વળ્યું. હળવદના સુંદરીભવાની ગામે ખેડૂતના તૈયાર થઈ ગયેલા અને વાઢવાની અણી પર આવેલા ઘઉં પર વીજ વાયરનો તણખલો પડતા ઘઉંમાં આગ ભભુકી ઉઠી હતી. જાતજાતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આશરે વીઘામાં ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા.

હળવદ તાલુકાના ખેડૂત પર જાણે માઠી દશા બેઠી હોય તેમ એકબાજુ દુષ્કાળગ્રસ્ત વર્ષ માંડ માંડ પસાર કરી રહ્યા છે ત્યારે વીજ તંત્રએ પણ જાણે ખેડૂતો પર કોપાયમાન બની ખેડૂતોને પાયમાલ કરવાની પ્રતિજ્ઞા લીધી હોય છે તેમ અવારનવાર ખેડૂતના ઉભા પાકો પર વીજ વાયર ક્રોસીંગ થતા તેના તણખલાના કારણે ઉભા પાક બળીને ખાખ થતા હોય છે ત્યારે હળવદના સુંદરીભવાની ગામે આવેલ ઘનશ્યામભાઈ કાનજીભાઈ રાજપુતએ પોતાની વાડીએ ઘઉંનો વાવેતર કર્યું હોય જે ઘઉં હાલ વાઢવાની અણી પર હોય ત્યારે ઉપરથી પસાર થતા વીજ વાયર ક્રોસીંગ થવાના કારણે તેના તણખલા ઘઉં પર પડતા આશરે ૬ વીઘામાં વાવેતર કરાયેલા ૩પ૦ મણથી પણ વધુ ઘઉં બળીને ઠોઠા થઈ ગયા હતા.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં અવારનવાર વીજ તંત્રની ઘોર બેદરકારીના કારણે ખેડૂતો શિકાર બનતા હોય છે તો બીજી તરફ આજ વાડી પર આ ત્રીજીવાર વીજ વાયરના તણખલા પડવાથી ખેડૂતના ઉભા પાકને બાળીને ભસ્મ કરી દીધું છે. તો શું આવા વીજ તંત્રના અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે ખરી ? જેવા અનેક સવાલો પાયમાલ થયેલા ખેડૂતોમાં ઉઠી રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text