મોરબીમાં ધૂળેટી નિમિતે કુદરતી રંગોનું વિનામૂલ્યે વિતરણ

- text


મોરબી : હોળી ધુળેટીના પવિત્ર તહેવાર નિમિતે આનંદ અને ઉલ્લાસમાં રંગોની છોળો કરવામાં આવે છે પરંતુ આ કેમિકલયુક્ત રંગો માણસોની ચામડી, વાળ, આંખોને નુકશાન કરે છે ત્યારે નીલકંઠ ગ્રુપ દ્વારા તદન પ્રાકૃતિક રંગોનું મોરબીમાં વિનામૂલ્યે વિતરણ કરવાનું સહરનીય આયોજન કરવામાં આવ્યું છે.

ફાગણ સુદ પૂનમ એટલે હોળીનો દિવસ હોળીનું દહન અને પવિત્રતાથી ભરેલા આ તહેવારનો બીજો દિવસ એટલે ધૂળેટી. સમગ્ર દેશની માફક મોરબીવાસીઓ પણ આ દિવસે હર્ષોલ્લાસ સાથે રંગે રમે છે પરંતુ કેટલાક વર્ષોથી ધુળેટીના તહેવાર પર કેસુડા, અબીલ-ગુલાલની જગ્યાએ કેમિકલ યુક્ત હાનીકારક રંગોએ સ્થાન લઇ લીધું છે આ રંગો માનવ શરીર ઉપરાંત પશુ પક્ષીઓ, વૃક્ષો અને સમગ્ર વાતાવરણને નુકશાન પહોચાડે છે જેની અસર ધૂળેટી પછી પણ દિવસો સુધી રહે છે આ નુકશાનીથી બચવા અને ધૂળેટીનો તહેવાર રંગોથી જ મનાવવા માટે પ્રાકૃતિક એટલે કે કુદરતી રંગો થી રમી શકાય. ત્યારે મોરબીના નીલકંઠ ગ્રુપ દ્વારા આ વર્ષે હોળી અને ધુળેટીના એટલે કે તા.૨૦ અને ૨૧ ના રોજ વિનામૂલ્યે કુદરતી રંગોનું વિતરણ કરવામાં આવશે. શહેરના શનાળા રોડ પર જીઆઇડીસીના નાકે, ઓમ શાંતિ ગ્રાઉન્ડમાં તથા રવાપર રોડ પર બાપા સીતારામ ચોક એમ ત્રણ જગ્યાએ રંગોનું વિતરણ કરવામાં આવશે તો મોરબીવાસીઓને આ વર્ષે કુદરતી રંગોથી ધૂળેટી રમવા માટે વિનામૂલ્યે રંગો લેવા માટે પધારવા નીલકંઠ ગ્રુપના યજ્ઞેશ આદ્રોજા તથા રોહન રાંકજાએ અપીલ કરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text