મોરબી જિલ્લામા જાહેરમાં રંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતા એડિશનલ કલેકટર

- text


જાગૃત મહિલા ગ્રુપની રજૂઆતના પગલે અધિક જિલ્લા કલેકટરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ

મોરબી : મોરબીના જાગૃત મહિલા ગ્રૂપની રજુઆતના પગલે એડિશનલ કલેકટર દ્વારા મોરબી જિલ્લામા જાહેરમાં રંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવાનો આદેશ પણ કરાયો છે.

મોરબીના જાગૃત મહિલા ગ્રૂપના ૫૦ જેટલા મહિલા સભ્યોએ ગઈકાલે જાહેરમાં રંગ ઉડાડવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી. જેના પગલે અધિક જિલ્લા કલેકટર કેતન જોશી દ્વારા મોરબી જિલ્લામા જાહેરમાં રંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામા જણાવ્યા મુજબ જો કોઈ ઇસમ જાહેરમાં રાહદારી કે વાહનચાલક સામે રંગ કે રંગ ભરેલા ફુગ્ગા ફેકશે, રંગ કે તેના સાધનો લઇને જાહેર રસ્તા પર દોડશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું તા. ૧૯ થી ૨૧ સુધી અમલમાં રહેશે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text