વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી વિજય અને વિપુલ દારૂ સાથે ઝડપાયા

આરસી અને બ્લ્યુ મુડ બ્રાન્ડ દારૂની બોટલ અને હોન્ડા સહિતનો મુદામાલ જપ્ત

મોરબી : લોકસભા ચૂંટણીને પગલે દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવાયું છે ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પોલીસે વિપુલ અને વિજય નામના બે શખ્સોને વિદેશીદારૂ અને હોન્ડા સહિત ૪૬૨૮૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ.એ.ગોહિલની સૂચનાથી હેડ કોન્સ.ધર્મેન્દ્રસિંહ જાડેજા, પો.કો.વનરાજસિંહ ઝાલા તથા રાજેશભાઇ વિશાલભાઈ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં મોટર સાયકલ લઈને નીકળેલા બે ઇસમોને રોકી તલાશી લેતા જુદી – જુદી બ્રાન્ડની દારૂ બોટલ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી.

વધુમાં પોલીસે હોન્ડા ડ્રિમ મોટર સાયકલ ઉપર દારૂની હેરફેર મામલે વિપુલ ઘૂઘાભાઈ ડેરવાણીયા, રે. કૉમેટ સીરામીક પાસે નવા જાંબુડિયા, તા. વાંકાનેર, મૂળ રહે.વીંછીયા અને વિજયભાઈ બદેસંગ ઉર્ફે બદીયાભાઈ રાઠોડ, રે. કૉમેટ સીરામીક પાસે નવા જામ્બુમડીયા, મૂળ રહે. ગાગરડાં, દાહોદ વાળાના કબજા માંથી રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૯ બોટલ, બ્લ્યુ મૂડ બોટલ ૨૨ નંગ અને હોન્ડા મોટર સાયકલ કિંમત રૂ.૩૫ હજાર મળી કુલ ૪૬૨૮૦નો મૂળમાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en