મોરબી નજીક પેપરમિલમા બેલ્ટમાં આવી જતા શ્રમિકનું મોત

મોરબી : મોરબી નજીક આવેલ એક પેપર મિલમાં શ્રમિક મશીનના બેલ્ટમાં આવી જતા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીના અદેપર ગામ નજીક આવેલ ગોપાલકૃષ્ણ પેપરમિલમાં કામ કરતા શ્રમિક રાજુભાઈ સીતારામ સાહુ (ઉ.વ.૨૪) ગત તા. ૧૩ ના રોજ ફેકટરીમાં કામ કરતી વેળાએ કોઈ કારણોસર પેપરમિલના બેલ્ટમાં આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતુ. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en