મોરબીની ચાણક્ય કિડ્ઝ સ્કૂલમાં ૨૩મીથી છ દિવસ સમર કેમ્પ

- text


બાળકોને વિવિધ પ્રવૃતિઓ સાથે ફન એક્ટિવિટી પણ કરાવવામાં આવશે

મોરબી : મોરબીની ચાણક્ય કિડ્ઝ સ્કૂલમાં આગામી તા. ૨૩મીથી છ દિવસ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોને વિવિધ પ્રવૃતિઓ સાથે ફન એક્ટિવિટી પણ કરાવવામાં આવનાર છે.

મોરબીના રવાપર રોડ પર વી માર્ટ સામે ઘનશ્યામ માર્કેટ-૧ ખાતે આવેલ ચાણક્ય કિડ્ઝ સ્કૂલમાં આગામી તા. ૨૩થી ૩૧ સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું સમય બપોરે ૩ થી ૬ નો રહેશે. કેમ્પમાં ૨ વર્ષથી ૧૬ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે.

આ સમર કેમ્પમાં એરોબીક્સ, કૉલીગ્રાફી, યોગા, કરસ્યુ રાઇટિંગ, ફાયરલેસ કુકિંગ, ડાન્સ, ડ્રોઈંગ, આર્ટ, ક્રાફટ, સ્વિમિંગ વિથ બલૂન પાર્ટી, પેપર ક્વોલિંગ, ગિફ્ટ વરેપિંગ, સ્પોર્ટ એક્ટિવિટી અને ફન એક્ટિવિટી કરાવામાં આવશે. આ કેમ્પની ફી રૂ. ૧૦૦૦ રાખવામાં આવી છે. વધુ વિગત માટે મો.નં. ૯૯૯૮૮ ૯૧૯૧૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text