મોરબીના રામધન આશ્રમે ૨૬મીએ સમૂહ યજ્ઞોપવિત, રાંદલ ઉત્સવ અને ધર્મસભા

ત્રિવિધ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તેમજ સંતો મહંતો મોટી સંખ્યામાં રહેશે ઉપસ્થિત

મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે આગામી તા. ૨૬ના રોજ સમૂહ યજ્ઞોપવિત, રાંદલ ઉત્સવ અને ધર્મસભાનું આયોજન કરવામા આવ્યું છે. આ તકે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અને સંતો મહંતોની વિશાળ ઉપસ્થિતિ રહેશે.

મોરબીના મહેન્દ્રનગરમા આવેલ રામધન આશ્રમ ખાતે આગામી તા. ૨૬ને મંગળવારના રોજ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૫:૩૦ કલાકે યજ્ઞોપવિત વિધિ, સવારે ૯:૩૦ કલાકે ધર્મસભા, બપોરે ૧૨:૧૫ કલાકે બટુકોને ભિક્ષાપાત્ર અને બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદ યોજાશે.

આ ત્રિવિધ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તેમજ સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેવા ભાવેશ્વરીમા ગુરુ દ્વારકાદાસજી અને રતનબેન ગુરુ ભાવેશ્વરીમા એ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en