મોરબીમાં દેશભક્તિ ભાગવત ભાગીરથી કથાનો શુભારંભ

પુલવામાં હુમલામાં શહીદ થયેલા સૈનિકોની સ્મૃતિમાં આયોજિત કથાના પ્રથમ દિવસે ભવ્ય પોથીયાત્રા નીકળી : માજી સૈનિકોનું સન્માન કરાયુ

મોરબી : મોરબીમાં પુલવામાં ખાતે શહીદ થયેલા જવાનોની સ્મૃતિમાં આયોજિત દેશભક્તિ ભાગવત ભાગીરથી કથાનો ભવ્ય શુભારંભ થયો છે. આ કથાના પ્રારંભે પોથીયાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો તેમજ ભાવિકો જોડાયા હતા. આ સાથે માજી સૈનિકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

લાયન્સ ઇન્ટરનેશનલ મોરબી પરિવાર, પાટીદાર નવરાત્રી પરિવાર, યંગ ઇન્ડિયા ગ્રુપ, પ્રેસ મિડિયા પરિવાર, યોર ગ્રુપ, નવયુગ પરિવાર, માતૃભૂમી વંદના સેવા ટ્રસ્ટ અને સહીયર મહીલાના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં તા. ૨૦ સુધી રોજ રાત્રે ૮-૦૦ થી ૧૧-૦૦ સુધી દેશભક્તિ ભાગવત ભાગીરથી કથાનું આયોજન શહીદ વીર શહીદ જવાનોની સ્મૃતિમા ગુજરાતમાં સૌ પ્રથમ વખત કરવામાં આવ્યું છે. કથા સ્થળે શહીદ સ્મારક પણ બનાવવામાં આવ્યું છે.

આ કથાનો ગઈકાલથી શુભારંભ થયો છે. ગઈકાલે ભવ્ય પોથીયાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો તેમજ ભાવિકો જોડાયા હતા. કથાના પ્રારંભે માજી સૈનિકોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. બાદમાં રાષ્ટ્રગાન સાથે કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કથાના પ્રથમ દિવસે માજી સૈનિકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કથામાં શાસ્ત્રી નિખિલભાઈ જોશી દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. કથાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહીને ધર્મલાભ લીધો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en