મોરબી : રૂ. ૧.૮૨ કરોડના છેતરપીંડી કેસમાં એકની ધરપકડ : આરોપીના સમગ્ર પરિવારની ગોરખધંધામાં સંડોવણી

- text


આરોપીનો સમગ્ર પરિવાર મળીને ગોરખધંધો ચલાવતો હોવાનો ઘટસ્ફોટ :ઠગ પરિવાર અધિકારી તરીકેની ઓળખ આપી છેતરપીંડી આચરતી : અત્યાર સુધીમાં ૪૫ ગુના આચર્યા

મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ રૂ. ૧.૮૨ કરોડની છેતરપીંડીના ગુનાનો એલસીબીએ ભેદ ઉકેલીને આ કામના એક આરોપીને પકડી પાડ્યો છે. જો કે પ્રાથમિક પૂછપરછમા આરોપીનો સમગ્ર પરિવાર આ ગોરખધંધામ સંડોવાયેલ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.આ ઠગ પરિવારે અધિકારી તરીકેની ઓળખ આપીને અનેક ઠગાઈ કરી છે તેમજ પરિવારે અત્યાર સુધીમાં ૪૫ ગુનાઓ આચર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

મોરબીના લીલાપર ગામે રહેતા જીગરભાઈ ધાનજા તેમજ અન્ય વ્યક્તિઓને વિશ્વાસમા લઈને અમુક શખ્સોએ ઓ.એન.જી.સી.માં નોકરી અપાવવા તેમજ વિદેશમાં ધંધા માટે મોકલી આપવાની લાલચ દઈને રૂ. ૧.૮૨ કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી. આ મામલે જીગરભાઈએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ મોરબી એલસીબીની સોંપવામાં આવતા એલસીબીની કેસે સઘન તપાસ હાથ ધરી હતી.

તપાસમાં નામ ખુલતા આ કેસના એક આરોપી મુકેશ જેઠાભાઇ પટેલ રહે. અમદાવાદ વાળાને પકડી પાડ્યો છે. આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેઓનો સંપૂર્ણ પરિવાર આ રીતે છેતરપીંડી કરતો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. જેથી એલસીબીએ પરિવારના સદસ્યો હંસાબેન મુકેશ પટેલ, યશ ઉર્ફે નિસર્ગ મુકેશ પટેલ અને પૂજાબેન મુકેશ પટેલ સામે ગુનો નોંધીને તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

પરિવારના મોભી એવા આરોપી મુકેશની પ્રાથમિક પૂછપરછમા સામે આવ્યું હતું કે અગાઉ ઠગ પરિવારે મહેસાણા, કલોલ, વિસનગર, માણસા, અમદાવાદ, વસ્ત્રાપુર, અમરાઈવાડી અને ઇસનપુર સહિતના શહેરોમાં ૧૫ જેટલા ગુનાને અંજામ આપ્યો છે. આ સાથે ૩૦ જેટલા ચેક રીટર્નના ગુના પણ આચર્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text