ખ્વાઝા ગરીબ નવાઝના 807 માં ઉર્ષની વાંકાનેરમાં શાનો સોકતથી ઉજવણી

સુલતાન-એ-હીન્દથી પ્રખ્યાત રાજસ્થાનના અજમેર સ્થિત અને સમગ્ર ભારત અને આજુબાજુના દેશોના હીન્દુ-મુસ્લિમો માટે આસ્થાનુ પ્રતિક હઝરત ખ્વાઝા ગરીબ નવાઝના 807 મા ઉર્ષ મુબારક ની ઉજવણી સમગ્ર દુનિયામાં કરવામા આવે છે જે નિમિતે આજ વાંકાનેર શહેર અને તાલુકામા પણ વિવિધ કાર્યક્રમો થકી વિશેષ ઉજવણી કરવામાં આવી હતી

ખ્વાઝા ગરીબ નવાઝના 807 માં ઉર્ષ નીમીત્તે આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઝુલુસ કાઢવામાં આવ્યું હતુ જે સમગ્ર વાંકાનેર શહેરના રાજમાર્ગો પર ફર્યુ હતુ. આ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઝુલુસ સાથો સાથ સમગ્ર તાલુકા ભરમા ન્યાઝ, છબીલો, ફાતેહા સહીતના કાર્યક્રમોનું આયોજન કરી ખ્વાઝા ગરીબ નવાઝના ઉર્ષ મુબારકની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en