મોરબી પાલિકામાં જન્મ મરણના દાખલા કાઢવામાં પૈસા ખંખેરતા કર્મચારીઓ

- text


અભણ અરજદારો પાસેથી તોડ થતો હોવાનું ધ્યાને આવ્યા બાદ તંત્રએ કર્મચારીઓને પૈસા ન આપવાનો હુકમ કરતું બોર્ડ માર્યું

મોરબી : મોરબી નગરપાલિકામા જન્મ મરણના દાખલા કઢાવવા માટે કર્મચારીઓ અરજદારો પાસેથી પૈસા ખંખેરતા હોવાની રાવ ઉઠી છે. ત્યારે તંત્રએ પણ કચેરીની અંદર કર્મચારીઓને પૈસા ન આપવાનું સૂચન બોર્ડ મારતા આશ્ચર્ય સર્જાયું છે.

 

મોરબી નગરપાલિકામા જન્મ મરણના દાખલા માટે દરરોજ મોટી સંખ્યામાં અરજદારો આવે છે. ત્યારે આ અરજદારો પાસેથી કર્મચારીઓ દ્વારા મસમોટા ઉઘરાણા કરવામાં આવતા હોવાની રાવ ઉઠી છે. અગાઉ એક કર્મચારી તો જન્મ મરણના દાખલામાં અરજદાર પાસેથી પૈસા પડાવતો પકડાઈ પણ ગયો હતો. તેમ છતાં આ જ પ્રકારની રાવ ઉઠતા હેડ ક્લાર્ક દ્વારા નગરપાલિકા કચેરીમાંબોર્ડ મારવામાં આવ્યું છે જેમા લખ્યું છે કે અહીં કર્મચારીઓને જન્મ મરણના દાખલા માટે કોઈ અરજદારે પૈસા આપવા નહિ. જો કોઇ અરજદાર કર્મચારીને પૈસા આપશે તો અરજદાર પોતે જ ગુનેગાર ગણાશે.

- text

છેલ્લા ઘણા સમયથી જન્મ મરણના દાખલા કઢાવવામાં કર્મચારીઓ દ્વારા પૈસા લેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જો કે એક કર્મચારી જન્મ મરણના દખલા માટે રૂ. ૧૨૦૦ સુધીનું ઉઘરાણુ કરતો હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે ગરીબ તેમજ અભણ અરજદારો પાસેથી કરવામાં આવતા તોડને બંધ કરાવવા માટે તંત્રએ ત્યાં અરજદારો જોગ એક બોર્ડ લગાવી દીધું છે.

જો કે બીજી તરફ એવી પણ વાતો વહેતી થઈ છે કે બોર્ડમા જણાવ્યા પ્રમાણે કોઈ કર્મચારી જન્મ મરણના દાખલા માટે પૈસા માંગે અને અરજદાર તેને પૈસા આપેતો અરજદાર ગુનેગાર બને તે યોગ્ય નથી. અરજદાર પૈસા દેવા ઇચ્છતો હોતો નથી. પરંતુ તેને પોતાના કામ માટે કર્મચારી દ્વારા પૈસા આપવા માટે મજબૂર કરવામાં આવે છે. જેથી આવા બોર્ડ લગાવવા કરતા રીશ્વતખોર કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવે તે યોગ્ય છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text