મોરબીમાં તંત્રએ ખોદેલા ખાડામાં ઇકો ફસાઈ

ખાડા બુરવામાં આળસ કરતા તંત્રના પાપે નિર્દોષ વાહનચાલકો માથે જીવનું જોખમ

મોરબી : મોરબીના શનાળા રોડ પર તંત્રએ ખોદેલા ખાડામાં આજે ઇકો કાર ફસાઈ હોવાનું સામે આવ્યું છે. જો કે છેલ્લા ઘણા દિવસોથી આ ખાડાના કારણે તંત્ર સામે સ્થાનિકો રોષ દર્શાવી રહ્યા છે.

મોરબીના શનાળા રોડ પર કોઈ કામ ચાલટી હોવાથી તંત્રએ મસમોટા ખાડા ખોદયા છે. આજે આ મોટા ખાડામાં એક ઇકો કાર ફસાઈ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તંત્ર દ્વારા અહીં બે મહિના પૂર્વે ખાડા ખોદવામા આવ્યા હતા. જે ખાડા હજુ સુધી બુરવામાં આવ્યા નથી. ખાડા બુરવામાં આળસ કરતા તંત્રના પાપે કોઈ નિર્દોષ વાહનચાલકોનો જીવ જોખમાય તેવી સ્થિતિ પરિણમી છે. ત્યારે આ અંગે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en