ટંકારામા આંગણવાડી વર્કરો દ્વારા પોષણ સપ્તાહની ઉજવણી

ટંકારા : ટંકારામા આંગણવાડી વર્કરો દ્વારા પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કિશોરીઓએ આંગણવાડી કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહીને વિવિધ માર્ગદર્શન મેળવ્યુ હતું.

આંગણવાડી કેન્દ્ર ખાતે ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્ય સેવિકા મહેશ્વરીબા જાડેજાએ કિશોરીઓમાં જાગૃતતા આવે અને પોષણક્ષમ ખોરાક લે તેવા હેતુથી વાનગીનું નિદર્શન પણ કરાવ્યું હતું. આ સાથે પોષણક્ષમ વાનગી કઈ રીતે બનાવવી તે અંગે માહિતી પણ પુરી પાડી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en