વાંકાનેર હઝરત શાહબાવાની દરગાહે મોરારીબાપુના હાથે ચાદર ચડાવાઈ

વાંકાનેર : ગઈ કાલે ૨૬ વર્ષ બાદ મોરારીબાપુ વાંકાનેર પધાર્યા હતા. તેઓ વાંકાનેરના તેમના તમામ કાર્યક્રમ બાદ છેલ્લે વાંકાનેરના હઝરત શાહબાવાની દરગાહ ખાતે ચાદર ચડાવી હતી.

વાંકાનેરના સિનિયર પત્રકાર અને નગરપાલિકાના કાઉન્સિલર મહંમદભાઇ રાઠોડ ખ્વાજા ગરીબ નવાજના ઉર્ષમાં અજમેર ગયા હતા ત્યાંથી તેઓ ગરીબ નવાજ પર ચડાવેલી ચાદર લઈને આવ્યા હતા એ જ ચાદર ગઈ કાલે મોરારીબાપુના હસ્તે વાંકાનેરના શહેનશાહ શાહ બાવા પર ચઢાવવામાં આવી હતી. આ સમયે મહંમદભાઇ રાઠોડ, ગફારભાઈ મંત્રી અને દરગાહના મુંજાવર તેમજ ધાર્મિક અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en