વાંકાનેરના લુણસરિયા ગામે જુગાર રમતા છ પકડાયા

 

વાંકાનેર સીટી પોલીસે રૂ. ૨૫,૬૨૦ની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરના લુણસરિયા ગામે જુગાર રમતા છ શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. આ તમામ શખ્સોની ધરપકડ સાથે પોલીસે રૂ. ૨૫,૬૨૦ની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે જુગાર રમતા દિલીપસિંહ ઉર્ફે દિપકસિંહ અમરસિંહ ઝાલા, પ્રવીણ સવશીભાઈ રંગપરા, રસુલ સાઉદીભાઈ ખોરજીયા, કેશા શામજીભાઈ બાવળિયા, ભૂરા હમીરભાઈ પરમાર અને હમીર ખેતાભાઈ પરમારને વાંકાનેર સીટી પોલીસે રૂ. ૨૫,૬૨૦ની રોકડ સાથે પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.