વાંકાનેર નજીક ઓટો રિક્ષામાં દારૂ અને બિયરના જથ્થા સાથે બે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર નજીક આજે ઓટો રિક્ષામાં બે બોટલ દારૂ અને ૧૫ ટિન બિયર સાથે બે શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચેક પોસ્ટ પર તાલુકા પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. આ વેળાએ ત્યાંથી પસાર થતી ઓટો રિક્ષા ચેક કરતા તેમાંથી બે બોટલ વિદેશી દારૂ અને ૧૫ ટીન બિયર મળી આવ્યા હતા. જેથી રાજુ સુનિલ મોહિતે અને વનરાજસિંહ ઇન્દ્રસિંહ સોલંકીની રૂ. ૫૨,૧૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en