મોરબીમાં બાઇકની ઉઠાંતરી

મોરબી : મોરબીના નગર દરવાજા નજીક તસ્કરે બાઇકની ઉઠાંતરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના નગર દરવાજા પાસે બોયઝ સ્કૂલની બાજુની શેરીમાં શક્તિ કોર્પોરેશન નામની ઓફિસની સામેથી જીજે ૦૩ ૧૬૩૨ નંબરના બાઇકની અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરી ગયો હતો. આ મામલે નિમેશભાઈ દિલીપભાઈ ચૌહાણે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en