હળવદના કડીયાણા ગામે ઝેરી દવા પીને યુવતીનો આપઘાત

હળવદ : હળવદના કડીયાણા ગામે યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને જીવાદોરી ટૂંકાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને તપાસ આદરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા ઊર્મિલાબેને કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવ મામલે હળવદ પોલીસે નોંધ કરીને યુવતીના આપઘાત પાછળનું કારણ શોધવા માટે તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en