સામખીયાળી ટોલ નાકા પાસે ટ્રક મકાન સાથે અથડાયો : એકને ગંભીર ઇજા

મોરબી : મોરબી – સમાખિયાળી હાઇવે પર સામખિયાળી ટોલનાકા પાસે આજે વહેલી સવારે એક ટ્રક ચાલકે ટ્રક પરથી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં આવેલા જુના મકાન સાથે ટ્રક અથડાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પોહચી હતી.

બનાવ અંગે હાઇવે સેફટી ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે સામખિયાળી ટોલનાકા નજીક જીજે 12 બીડબ્લ્યુ 5007 નંબરનો ટ્રક રોડની સાઈડમાં આવેલા જુના મકાન સાથે ધડાકાભેર અથડાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર પોહચી હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલાક ટ્રકમાં ફસાઈ ગયો હતો. બનાવની જાણ થતા પેટ્રોલિગ ઓફિસર ફૂલ બાબુ અને ધનસુખ આહીર સહિતની ટીમે જેસીબીની મદદથી ટ્રકમાં ફસાયેલ ચાલકને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે મોરબી સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en