મોરબી પાલિકાનું બજેટ આચારસંહિતા હટયા બાદ રજૂ થઈ શકશે

આચારસંહિતાના અમલના કારણે આજની સામાન્ય સભા રદ કરાઈ

મોરબી : મોરબી પાલિકા દ્વારા આજે તા. ૧૪ના રોજ જનરલ બોર્ડ યોજાનાર હતું. આ બોર્ડમાં બજેટ રજૂ કરવામાં આવનાર હતું. પરંતુ આચારસંહિતા અમલી બનતા આ આજનું જનરલ બોર્ડ મોકૂફ રાખવામાં આવ્યું છે.

મોરબી નગરપાલિકાની ગત સાધારણ સભામાં કમિટીની રચના કરવામાં આવી હતી જોકે આગામી વર્ષનું બજેટ રજુ કરવાનું બાકી હોવાથી આજરોજ તા. ૧૪એ પાલિકાની સાધારણ સભા બોલાવવામાં આવી હતી. જે અંગેના એજન્ડા સદસ્યોને પહોંચાડી દેવામાં આવ્યા હતા. પરંતુ સપ્તાહ પૂર્વે નક્કી કરેલ સાધારણ સભા તા. ૧૪ના રોજ મળે તે પૂર્વે જ લોકસભા ચુંટણીની જાહેરાત થઇ ચુકી છે અને આચારસંહિતા અમલી બની હોવાથી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે જીલ્લા ચુંટણી અધિકારીને પત્ર લખીને સાધારણ સભામાં બજેટ રજુ કરવા માટેની મંજુરી માંગી હતી. પરંતુ આચારસંહિતાના અમલના કારણે આ બોર્ડને મંજૂરી મળી ન હતી. જેથી આજ રોજ યોજાનાર જનરલ બોર્ડ રદ થઈ જતા બજેટ રજૂ થઈ શક્યું નથી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en