મોરબી કલેકટર કચેરી ખાતે નોડેલ ઓફિસરોની બેઠક મળી

મોરબી : મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે ખર્ચના નોડલ ઓફિસર જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણાના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં નિયુક્ત કરવામાં આવેલ નોડલ ઓફિસરોની બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન. એસ. ગઢવીએ વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતન જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.ડી. જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.જે. ગોહિલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en