મોરબીમાં માતૃવંદના ટ્રસ્ટ દ્વારા ૨૨મીથી છ દિવસ ઇન્ડિયા સે ભારત કી ઓર કાર્યક્રમ

છ દિવસ સુધી દરરોજ અવનવા દેશભક્તિના કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબીમાં માતૃવંદના ટ્રસ્ટ દ્વારા રત્નકલા એકસપોર્ટ ગ્રાઉન્ડ ખાતે આગામી તા. ૨૨થી છ દિવસ ઇન્ડિયા સે ભારત કી ઓર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ અવનવા દેશભક્તિના કાર્યક્રમો યોજાનાર છે.

મોરબીના શનાળા રોડ પર સમયગેટ પાસે રત્નકલા એક્સપોર્ટ ગ્રાઉન્ડ ખાતે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા એક શામ શહીદો કે નામ ઇન્ડિયા સે ભારત કી ઓર કાર્યક્રમનું આગામી તા. ૨૨થી ૨૭ માર્ચ દરમિયાન દરરોજ રાત્રે ૯ વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ૨૨મીએ શુક્રવારે મોરબીના દેશભક્ત બાળકો દ્વારા દેશભક્તિના કાર્યક્રમો, ૨૩મીએ શનિવારે બાબા સત્યનારાયણ મોર્ય દ્વારા અદભુત દેશભક્તિ સંધ્યા, ૨૪મીએ રવિવારે ડો. નરેન્દ્રભાઈ જૈન દ્રારા પ્રાકૃતિક જીવનશૈલીનું માર્ગદર્શન અને તા. ૨૫ થી ૨૭ માર્ચ અંજલિબેન આર્ય દ્વારા રાષ્ટ્રકથા યોજાશે. વધુ વિગત માટે મો. નં. ૯૪૨૯૯ ૧૨૬૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en