મોરબીમાં બોર્ડની પરીક્ષામાં આજે ધો.૧૦માં ૨૩૧ અને ધો.૧૨માં ૫૭ વિદ્યાર્થીઓ ગેરહાજર

ધો. ૧૨ના મનોવિજ્ઞાનના પેપરમાં એક કોપી કેસ નોંધાયો

મોરબી : મોરબીમાં બોર્ડની પરીક્ષામાં આજે ધો. ૧૦ના પેપરમાં ૨૩૧ વિદ્યાર્થીઓ જ્યારે ધો. ૧૨ના પેપરમાં ૫૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત ધો. ૧૨ના પેપરમાં એક કોપી કેસ પણ નોંધાયો હતો.

મોરબીમાં બોર્ડની પરિક્ષામા આજે ૧૪૩૯૮ વિદ્યાર્થીઓમાંથી ૧૪૧૬૭એ સામાજિક વિજ્ઞાનનું પેપર આપ્યું હતું. જ્યારે ૨૩૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ સાથે ધો. ૧૨માં મનોવિજ્ઞાનના પેપરમાં ૧૨૬૧માંથી ૧૨૧૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ૫૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ગણિતના પેપરમાં ૮૧૨માંથી ૮૦૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. સંસ્કૃતમાં તમામ ૧૨ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ધો. ૧૨ના મનોવિજ્ઞાનના પેપરમાં આજે કોપી કેસ નોંધાયો હતો. રાંદેલ વિદ્યાલયના બ્લોક નંબર ૨૨માં સીટ નં. સી ૮૭૧૭૩૫ ઉપર વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાયા બાદ તેની સામે કોપી કેસ દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en