મોરબીમા ફ્લીપકાર્ટની ઓફીસમા લૂંટ ચલાવનાર ચાર આરોપીઓનો જામીન પર છુટકારો

મોરબી : મોરબીમાં ફલીપકાર્ટની ઓફિસમાં લૂંટ ચલાવનાર ચાર આરોપીઓની જામીન અરજી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. જેથી આ ચારેય આરોપીઓને જામીન પર છુટકારો મળ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં ફલીપકાર્ટની ઓફિસમાં લૂંટ ચલાવવાના ગુનામાં પોલીસે કલ્પેશ નટવર મકવાણા, વિશાલ ચંદુ મૂછડીયા, રમેશ જીવરાજ મકવાણા, લલિત અમરશી સોલંકીને પકડી પાડ્યા હતા. આ આરોપીઓની જામીન અરજી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરવામાં આવી હતી. આરોપી તરફે રોકાયેલ વકીલ ધર્મેન્દ્ર બારેજીયા અને દિપક જાનીની ધારદાર દલીલો ધ્યાને રાખીને કોર્ટે આરોપીઓના જામીન મંજુર કરી આપ્યા છે. અગાઉ પણ આ વકીલની દલીલો ધ્યાને રાખી કોર્ટે આરોપીઓની રિમાન્ડ પણ નામંજૂર કરી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en