પીપળી ગામે કુવામાંથી લાશ મળવાના કેસમાં એમપીના શખ્સ સામે નોંધાતો ગુનો

- text


મોરબી : મોરબીના પીપળી ગામ નજીક કુવામાંથી યુવાનનો મૃતદેહ મળ્યા બાદ મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હતો. જો કે આ બનાવમાં પોલીસે શંકાના આધારે એમપીના એક શખ્સ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પીપળી ગામ નજીક વાડીના કુવામાંથી અંદાજે ૩૫ વર્ષના યુવાનનો મૃતદેહ મળતા ડીવાયએસપી અને તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને ફાયરની ટીમની મદદથી મૃતદેહને બહાર કાઢી રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડાયો હતો જે બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનનું નામ દલપતસિંહ બળવંતસિંહ રહે પાંડવા બાલાસિનોર જીલ્લો મહીસાગરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

- text

યુવકની લાશ સાથે પથ્થરો બાંધેલા હોવાથી યુવકની હત્યા કરી લાશ કુવામાં ફેંકી દીધાની આશંકા સાથે પોલીસે શંકાના આધારે એમપીના શખ્સ ગોરધન સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text