વાંકાનેર : તરકીયા ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો : 3 આરોપી ફરાર

વાંકાનેર : તાલુકાના તરકીયા ગામની સીમમાંથી વાંકાનેર તાલુકા પોલીસે 57 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જ્યારે રેડ દરમિયાન, દારૂનો જથ્થો સંગ્રહ કરનાર ત્રણ આરોપીઓ હાજર ન મળી આવતા પોલીસે ત્રણેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આવનારી ચૂંટણીના અનુસંધાને જિલ્લામાં દારૂની રેલમછેલ રોકવા પ્રોહીબિશનને લગતી કામગીરી તેજ બનાવવા તેમજ બુટલેગરો ઉપર ચારોતરફથી ઘોંસ બોલાવવા જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાની સૂચનાથી બાતમીદારોને કામે લગાડવામાં આવ્યા છે. ત્યારે વાંકાનેર તા.પો.ના પો.સ.ઇન્સ. બી.ડી.પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે તરકીયા ગામની સીમમાં આવેલ બાબુભાઈના ભરડીયા પાસેની સરકારી ખરાબાની જગ્યામાં તપાસ કરતા બાવળના કાંટાળા નીચેથી વિદેશી દારૂની એપિસોડ ક્લાસિક વહીસ્કીની 57 નંગ બોટલ કિંમત રૂ. 17100 મળી આવી હતી. દારૂનો આ જથ્થો સંતાડનાર મજકુર ત્રણ બુટલેગર ભુપત દેવશી મકવાણા, વિજય ભુપત મકવાણા તથા વિપુલ ભુપત મકવાણા સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હોય પોલીસે ત્રણેય બુટલેગરની શોધખોળ હાથ ધરી છે. પૂર્વ બાતમીને આધારે નિર્જન સ્થળે રેડ કરવાની કામગીરી પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્રસિંહ અનિરૂઘ્ધસિંહ, પો.કોન્સ.મુકેશભાઈ હકુભાઈ તેમજ ડ્રાયવર પો.કોન્સ. કિશનભાઈ દ્વારા કરવામાં આવી હતી. જેની આગળની તપાસ વાંકાનેર તાલુકાપો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એસ એ ગોહિલ ચલાવી રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en