મોરબી જિલ્લામાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ

- text


 

અધિક જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ : જો કોઈ પબજી ગેમ રમતુ પકડાશે તો ફોજદારી પગલાં લેવાશે

મોરબી : મોરબી જિલ્લામા પબજી ગેમ રમવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અધિક કલેકટર દ્વારા આ પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેથી જો હવે કોઈ વ્યક્તિ પબજી ગેમ રમતા પકડાશે તો તેની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

- text

પબજી ગેમ લોકોના વર્તન, વાણી , વ્યવહાર અને વિકાસમાં ભારે અસર પડે છે. ખાસ કરીને બાળકો તેમજ યુવાનોને પબજી ગેમનું ઘેલું લાગ્યું છે. આ ગેમ નુકશાનકર્તા હોવાથી તાજેતરમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અને અધિક જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામા પ્રસિધ્ધ કરીને રાજકોટ શહેર- જિલ્લામાં ગેમ રમવા પર પ્રતિબંધ મૂકી દેવામા આવ્યો છે. આ જ રીતે આજે મોરબીના અધિક જિલ્લા કલેકટર કેતન પી. જોશી દ્વારા પણ આજે સંજે જાહેરનામું પ્રસિદ્ધ કરીને મોરબી જિલ્લામા પબજી ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

અધિક જિલ્લા કલેકટરના જાહેરનામાના પગલે મોરબી જિલ્લામા જો હવે કોઈ વ્યક્તિ પબજી ગેમ રમતા પકડાશે તો તેની સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

- text