મોરબીના ચાર શખ્સો ઇન્દોરમાં રિવોલ્વર અને ૧૮૪ જીવતા કારતૂસ સાથે ઝડપાયા

 

ઇન્દોરથી ઉજ્જૈન કારમાં હથિયારો લઈને જતા શખ્સોને સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમે પકડી પાડ્યા

મોરબી : ઇન્દોરથી કાર લઈને ઉજ્જૈન જઇ રહેલા મોરબીના ચાર શખ્સોને સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની ટીમે રિવોલ્વર અને ૧૮૪ જીવતા કારતુર્ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ ચાર પૈકી એક શખ્સ અગાઉ મોરબી પોલીસના ચોપડે પણ ચડી ચુક્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ચાર શખ્સો વાઈટ કલરની કારમાં ઇન્દોરથી હથિયાર સાથે ઉજ્જૈન જઇ રહ્યા હતા. ત્યારે એસટીએફની ટીમે આ ચાર શખ્સો વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, વિરેન્દ્રસિંહ ચંદુભાઈ કાનડગ, ગીરીરાજસિંહ કનુભા જાડેજા, હાર્દિક પ્રવીણભાઈ પ્રજાપતિને પોઇન્ટ ૩૨ એમ.એમ રિવોલ્વરના ૧૮૪ જીવતા કારતૂસ અને છ રાઉન્ડની એક રિવોલ્વર સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

એસટીએફની ટીમે પકડેલા આ ચાર શખ્સોમાંથી વીરેન્દ્રસિંહ જાડેજા અગાઉ પણ મોરબી પોલીસના ચોપડે ચડી ચુક્યા છે. હાલ એસટીએફએ ચારેય શખ્સોને ગિરફતમાં લઈને આ હથિયારો ક્યાથી ખરીદ્યા અને શા માટે ખરીદ્યા તે અંગેની તપાસ ચલાવી હોવાનું જાણવા મળ્યુ છે.