મોરબી : લાંચિયા તલાટીની રિમાન્ડને નામંજુર કરતી કોર્ટ

- text


તલાટીને જેલહવાલે કરાયો : એસીબીએ તલાટીના ઘરની જડતી કરી

મોરબી : મોરબીની મામલતદાર કચેરીના તલાટીને એસીબીએ રૂ. ૪ હજારની લાંચ લેતા રંગે હાથ પકડયા બાદ તેને ત્રણ દિવસની રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યો હતો. જો કે કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી દેતા હાલ તલાટીને જેલહવાલે કરી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબીની મામલતદાર કચેરીમાં ફરજ બજાવતો મહેસુલી તલાટી પ્રશાંત ભરત શાહ રૂ. ૪ હજારની લાંચ લેતા એસીબીની છટકામાં રંગેહાથે ઝડપાઇ ગયો હતો. આ લાંચિયા તલાટીએ અરજદાર પાસેથી નવા મકાનની તાત્કાલીક નોંધ પડાવવા મામલે રૂ ૪ હજારની લાંચ માંગી હતી.એસીબીએ તલાટીને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા બાદ આજે તેને કોર્ટમાં ત્રણ દિવસની રિમાન્ડની માંગ સાથે રજૂ કર્યો હતો. જો કે કોર્ટે તેના રિમાન્ડ નામંજુર કરતા તલાટીને જેલહવાલે કરવામાં આવ્યો છે.

- text

રાજકોટ એસીબીના અધિકારી આચાર્યે જણાવ્યું હતું કે લાંચ લેવાના ગુનામાં ઝડપાયેલા મહેસુલી તલાટીના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા હોવાથી તેને જેલહવાલે કર્યો છે. વધુમાં તલાટીના ઘરની જડતી પણ લેવામાં આવી હતી. પરંતુ તેના ઘરમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text