મોરબી : આયુર્વેદિક અને ઓર્ગનિક કલરથી હોળી રમવાની અપીલ

- text


મોરબી: મોરબી જિલ્લામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ કેસૂડાના ફૂલોને પલાળીને અથવા આયુર્વેદિક ઔષધિના રંગો કે ઓર્ગનિક કલર ઉપરાંત કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ નહીં કરતા હર્બલ રંગો અને શક્ય બને તો પ્રતીકરૂપે હોળીની ઉજવણી કરવા માટે લોકોને મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં ભારતીય પરંપરા મુજબ હોળીની ઉજવણી કરવામાં આવે છે. ગત વર્ષે હોળીમાં પોલીસ ડિપાર્ટમેન્ટ તથા કલેક્ટર અને વહીવટી અધિકારીઓ દ્વારા પ્રતીકરૂપે હોળી રમવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેનો સ્વીકાર કરીને લોકોએ આ ઉજવણીમાં સહયોગ આપ્યો હતો, જેને પરિણામે મોરબીમાં ઘણી ઓછી દુર્ઘટનાઓ ઘટી હતી, આથી ગત વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પ્રતીકરૂપે હોળીની ઉજવણીની અપીલ સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરીયા દ્વારા કરવામાં આવી છે. ધુળેટીના દિવસે ઘણા અકસ્માતો સર્જાય છે, આ અકસ્માતમાં ઘણા યુવાનો પોતાના હાથ-પગ અને જીવ સુદ્ધા ગુમાવે છે. ક્યારેક કેમિકલવાળા રંગોના પ્રયોગથી આંખો પણ ગુમાવવાનો વારો આવે છે. આથી વહીવટી તંત્રને આ વર્ષે પણ ગત વર્ષ જેવું જાહેરનામું બહાર પાડવા માટે અરજ કરવામાં આવી છે તથા જનતાને પણ પ્રતીકરૂપે તથા ઓર્ગનિક રંગોથી હોળી રમવા માટે અનુરોધ કરાયો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text