હળવદ : મારી સાથે બોલતી કેમ નથી તેમ કહી પરણીતાને ધમકી આપી

હળવદ : હળવદના અમરાપર ગામે રહેતી પરણીતાને તે જ ગામના શખ્સે મારી સાથે બોલતી કેમ નથી તેમ કહી ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના અમરાપર (ગણેશપુર) ગામે રહેતી નીતાબેન સુરેશભાઈ ચૌહાણ ઉ.વ.30 નામની પરણીતાએ તે જ ગામના મહેશભાઈ મગનભાઈ ચાવડા સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ પરણીતાને તેની સાથે બોલવાનું કહ્યું હતું પરંતુ પરણીતાએ તેની સાથે બોલવાની ના પાડી દીધી હતી.આથી ઉશ્કેરાયેલા આરોપીએ પરણીતાને ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેથી પરણીતાએ આ બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en