મોરબી સિંચાઈ કૌભાંડ કેસના બે આરોપીઓના આગોતરા જામીન નામંજૂર

- text


મજુર મંડળીના બે આગેવાનોના હાઇકોર્ટે આગોતરા જામીન રદ કરતા ધરપકડનો માર્ગ મોકળો

મોરબી : મોરબી જિલ્લાના બહુચર્ચિત સિંચાઈ કૌભાંડમાં છ આરોપીઓની ધરપકડ થયા બાદ અન્ય મોટા માથાઓ પર પણ કાયદાકીય સિકંજો કસાયો છે.ત્યારે ધરપડકથી બચવા માટે મજુર મંડળીના બે આગેવાનોએ હાઇકોર્ટેમાં આગોતરા જમીન મેળવવા અરજી કરી હતી.પરંતુ હાઇકોર્ટે આ બન્નેના આગોતરા જમીન અરજી નામંજૂર કરતા હવે ધરપકડનો માર્ગ મોકળો બન્યો છે.

મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજનામાં થયેલા મહાકૌભાંડમાં પોલીસની તપાસ દરમ્યાન અનેક મોટા માથાઓની સંડોવણી બહાર આવી હતી.આ સિંચાઈ કૌભાંડમાં પોલીસે અગાઉ નિવૃત સિંચાઈ ઈજનેર તથા ધારાસભ્ય પરસોતમ સાબરીયા સહિત છ આરોપીની ધરપકડ કરી હતી.જોકે ધારાસભ્ય પરસોતમ સબરીયાનો જમીન પર છુટકારો થયો હતો.જ્યારે સિંચાઈ કૌભાંડમાં કામ કરનાર અનેક મજુર મંડળીઓની ગેરરીતિઓ ખુલી હતી તેથી અગાઉ અનેક મજુર મંડળીઓના આગેવાનોએ ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જમીન અરજી કરી હતી પરંતુ કોર્ટે આ આરોપીઓને લપડાક આપી હતી જોકે આ આરોપીઓની ધરપકડ થઈ નથી ત્યારે વધુ બે આગેવાનોના આગોતરા જમીન રદ થયા હોવાનું જાણવા મળે છે.જેમાં મજુર મંડળીના આગેવાનો પુના રાઠોડ અને મોહન નાનજી ડોરિયાએ સિંચાઈ કૌભાંડમાં સંડોવણી ખુલવાથી ધરપકડથી બચવા હાઇકોર્ટેમાં આગોતરા જામીન અરજી કરી હતી.પરંતુ હાઇકોર્ટ નકારી કાઢી હતી આથી આ બન્ને આરોપીઓની ધરપકડનો માર્ગ મોકળો બન્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text