મોરબીમા ઋષિવંશી સમાજ દ્વારા ૨૩મીએ રક્તદાન કેમ્પ અને ડાન્સ કોમ્પિટિશન

- text


શહીદોની સ્મૃતિમાં કાર્યક્રમનું આયોજન : બીપી તથા ડાયાબિટીશ કેમ્પ પણ યોજાશે

મોરબી : મોરબીમા ઋષિવંશી સમાજ દ્વારા શહીદોની સ્મૃતિમાં આગામી તા. ૨૩ના રોજ રક્તદાન કેમ્પ, ડાન્સ કોમ્પિટિશન અને બીપી તથા ડાયાબિટીસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી ઋષિવંશી વાળંદ સમાજ દ્વારા વીર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની સ્મૃતિમાં આગામી તા. ૨૩ને શનિવારના રોજ કોમ્યુનિટી હોલ, કાયાજી પ્લોટ, સરદારબાગ પાછળ, શનાળા રોડ ખાતે સવારે ૧૦ કલાકે બ્લડ ડોનેશન કેમ્પ અને બપોરે ૩ કલાકે ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે બીપી તથા ડાયાબિટીસના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text