વાંકાનેરના પંચાશિયા ગામે કાલે બુધવારે પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમાં સદભાવ સંમેલન

- text


દર્શક જન્મભૂમિ તકતીનું અનાવરણ અને વિશિષ્ટ પ્રતિભાઓનો સન્માન સમારોહ પણ યોજાશે

વાંકાનેર : વાંકાનેરના પંચશિયા ગામે આવતીકાલે બુધવારે પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમા સર્વધર્મ સદભાવ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આઆ સંમેલનમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની બહોળી ઉપસ્થિતિ રહેશે.આ તકે દર્શક જન્મભૂમિ તકતીનું અનાવરણ અને વિશિષ્ટ પ્રતિભાઓનો સન્માન સમારોહ પણ યોજાશે.

વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામે સહયોગ વિદ્યાલય ખાતે મહાત્મા ગાંધી સાર્ધ શતાબ્દી વંદના અંતર્ગત આવતીકાલે બુધવારના રોજ બપોરે ૨ થી ૪ દરમિયાન પૂ. મોરારી બાપુની ઉપસ્થિતિમા સર્વધર્મ સદભાવ સંમેલન યોજાશે. જેમાં પૂ. મોરારીબાપુ આશિર્વચન પાઠવશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સૂફી સંત ખુરશીદહૈદર પીરઝાદા, મુખ્ય અતિથિ તરીકે રામચંદ્રભાઈ પંચોળી, દીપકભાઇ અંતાણી ઉપસ્થિત રહેશે.

આ તકે મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય મહંમદ પિરઝાદા, બ્રિજેશભાઈ મેરજા, લલિતભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, કાંતિલાલ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, બી.એચ. ઘોડાસરા, જેરામભાઈ વાંસજાળીયા, મોહનભાઇ પટેલ, સંજયભાઈ રાવલ, જીતુદાન ગઢવી, લક્ષ્મણભાઈ પટેલ, કેશુભાઈ રૈયાણી, ડો. કરનરાજ વાઘેલા, રમેશભાઈ માકડીયા, શંભુભાઈ ખટાણા, કેસરીદેવસિંહજી ઝાલા ઉપસ્થિત રહેશે.

- text

આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રમાં અહમદભાઈ શેરસિયા, ઉસ્માનગની કડીવાર, મહંમદહુસેન કડીવાર, અબ્દુલભાઇ શેરસિયા, ધ્રુવગીરી ગોસ્વામી, જીતેન્દ્રભાઈ પાંચોટીયા, સાહિત્ય ક્ષેત્રમાં શૈલેનભાઈ રાવલ, જગદીપભાઈ ઉપાધ્યાય, કલા ક્ષેત્રમાં ઉપેન્દ્રભાઈ મહેતા, ભાટી એન., મનસુખભાઇ પ્રજાપતિ, રમત ક્ષેત્રમાં ઇસ્માઇલભાઈ બાદી, આરોગ્ય ક્ષેત્રમાં દોશી આંખની હોસ્પિટલ, મિમનજીભાઇ પરાસરા, સમાજ સેવા ક્ષેત્રમાં વિનોદરાય દોશી, અશ્વિનભાઈ રાવલ, બીપીનચંદ્ર દોશી, કૃષિ ગ્રામ સેવા ક્ષેત્રમાં મહંમદભાઈ શેખ, ઇસ્માઇલભાઈ શેરસિયા, કુલસુમબેન બાદી, વિશેષ સેવા ક્ષેત્રે અમિયલભાઈ બાદી, ડો. રસુલભાઈ શેરસિયા, ઝાકિરહુસેન માથકિયા, વિપુલભાઈ ઘોડાસરા, ડો. રિયાઝએહમદ કડીવારને સન્માનિત કરવામાં આવશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text