વાંકાનેર : અમારા વિધાર્થીઓને પરીક્ષામાં સપ્લી કેમ આપતા નથી તેમ કહી કર્મચારીઓ પર હુમલો

- text


જ્ઞાનગંગા સ્કૂલના પ્રિન્સિપાલએ કે.કે.માધ્યમિક શાળામાં સ્થળ સંચાલક અને નિરીક્ષક સાથે માથાકૂટ કરી કર્મચારીઓને ફડાકા માર્યા

વાંકાનેર : વાંકાનેરની કે.કે. માધ્યમિક શાળામાં ચાલતી બોર્ડની પરીક્ષા દરમ્યાન જ્ઞાનગંગા સ્કૂલના પ્રિન્સિપાલે અમારી સ્કૂલની વિધાર્થીનિઓને સપ્લી કેમ આપતા નથી તેમ કહીને મહિલા સ્થળ સંચાલક અને નિરીક્ષક સાથે માથાકૂટ કરીને કર્મચારીઓને ફડાકાવારી કરી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે.

વાંકાનેરમાં આવેલી કે.કે.માધ્યમિક વિધાલયમાં ચાલતી બોર્ડની પરીક્ષામાં સ્થળ સંચાલક તરીકે જવાબદારી નિભાવતા દર્શનાબેન જીતેન્દ્ર કુમાર જાનીએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે વાંકાનેરમાં આવેલી જ્ઞાનગંગા સ્કૂલના પ્રિન્સિપાલ અને સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા વિધાર્થીનીઓ સાથે કે.કે.વિધાલયમાં ધસી આવ્યા હતા અને અમારી સ્કૂલની વિધાર્થીનિઓને પરીક્ષા દરમિયાન સપ્લી કેમ નથી આપતા તેમ કહીને મહિલા સ્થળ સંચાલક સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી તેમજ નિરીક્ષક ડઈબેન ચૌધરીને 100 લોકોની સહી કરાવીને ઘરભેગી કરી દેવાની ધમકી આપી સીસીટીવી કેમેરાનું સંચાલન કરતા કર્મચારી પ્રીતિશભાઈ ઓઝાને ફડાકા મારી અને કર્મચારીઓને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.વાંકાનેર પોલીસે આ ફરિયાદના આધારે જ્ઞાનગંગા સ્કૂલના પ્રિન્સિપાલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

પરીક્ષાર્થી વિદ્યાર્થીનીઓ સાથે વાત કરતાં તેમને જણાવેલ કે પરીક્ષા દરમિયાન સપ્લિમેન્ટની જરૂર હોય વિદ્યાર્થીઓ સપ્લિમેન્ટ માંગી રહ્યા હતા ત્યારે નિરીક્ષકને સારું લાગતું ન હતું અને વિદ્યાર્થીઓને કહેતા હતા કે વધુ સપ્લી શા માટે લો છો? અને આવી રકઝગમાં વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી ન શકતા હોય પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ વાલીઓને વાત કરેલ જેથી વાલીઓએ જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક યોગેન્દ્રસિંહને બોલાવી ચર્ચા કરેલ અને આગળના પેપરમાં આવું ન થાય તે માટે કે.કે.શાહ સ્કૂલના નિરિક્ષક સાથે વાત કરેલ પરંતુ નીરીક્ષક પોતાની ભૂલ સ્વીકારવા માંગતા ન હોય આ ઉગ્ર બોલાચાલી થયેલ.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

city

- text