મોરબી જિલ્લામાં વધુ બે સ્વાઇન ફલૂ પોઝિટિવ કેસ

- text


હળવદના કડિયાણા ગામના આધેડ અને ટંકારાના મિતાણાની મહિલા રાજકોટ સારવારમાં

મોરબી : શિયાળાની વિદાય બાદ મિશ્ર વાતાવરણમાં પણ સ્વાઇન ફ્લુનો કહેર યથાવત રહ્યો છે આજે મોરબી જિલ્લામાં વધુ બે સ્વાઇન ફલૂ પોઝિટિવ કેસ નોંધાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા ને માસ કરતા વધુ સમયથી રાજ્યમાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે અને દિવસે – દિવસે મૃત્યુ આક પણ વધી રહ્યો છે ત્યારે આજે હળવદના કડીયાણા ગામના આધેડ અને ટંકારા તાલુકાના મિતાણા ગામના ૩૧ વર્ષીય મહિલાને સ્વાઇન ફલૂ પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે અને બંને દર્દીઓને રાજકોટનો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું સતાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

sw

- text